બંધ

ગાંધીનગર જીલ્લાનો ઇતિહાસ

જુના મુંબઇ રાજયનું વિભાજન થતાં તા.૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજયની અલગ રચના કરવામાં આવી. ગુજરાત રાજયની અલગ રચના થતાં રાજયનું પાટનગર અમદાવાદ મુકામે રાખવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની વસતિની ગીચતા ઓછી કરવા અમદાવાદથી ૨૪કિ.મી. ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગુજરાત રાજયનું નવું પાટનગર ગાંધીનગર કરવામાં આવ્યું. ગાંધીનગર શહેરની સ્થાપના તા.૨.૦૮.૧૯૬૫ ના રોજ કરવામાં આવી.

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ જળવાઇ રહેતે હેતુથી નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું.