About the district
ગાંધીનગર જિલ્લાનો ઇતિહાસ: જૂના મુંબઈ રાજ્યના વિભાજનને પરિણામે ૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ. ગુજરાત રાજ્યની રચના સમયે અમદાવાદને રાજ્યની રાજધાની બનાવવામાં આવી હતી. ત્યારબાદ, અમદાવાદ શહેરની વસ્તી ગીચતા ઘટાડવા માટે, ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી. ગાંધીનગર શહેરની સ્થાપના ૨-૮-૧૯૬૫ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી આ નવી રાજધાનીનું નામ 'ગાંધીનગર' રાખવામાં આવ્યું.
View More